અતુલ તિવારી, અમદાવાદ: આજથી અમદાવાદ એરપોર્ટ કાર્યરત થયું છે. સવારે 6 વાગ્યાથી માત્ર ડોમેસ્ટિક ઓપરેશન શરૂ થઈ ગયા છે. એરપોર્ટ પર મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. અને મુશ્કેલી ન પડે તે માટે હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવ્યો છે. ડોમેસ્ટિક વિમાની સેવા દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા કોરોનાના કોઈ જ લક્ષણો નહીં ધરાવતા પ્રવાસીઓ સીધા જ ઘરે જઈ શકશે. આવા મુસાફરોએ 14 દિવસ સુધી લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે. જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે. રાજ્ય કે રાષ્ટ્રની હેલ્પલાઇન 104 કે 1075 પર પણ રાજ્યના આવેલા મુસાફરો સંપર્ક કરી શકશે. લેટેસ્ટ મળેલી માહિતી મુજબ પહેલુ પ્લેન લખનઉથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું અને ત્યારબાદ બેંગલુરુથી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર ફલાઇટ આવી પહોંચી છે.
અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર આવી પહોંચ્યું પ્રથમ પ્લેન
અમદાવાદ એરપોર્ટ પર પહેલુ પ્લેન લેન્ડ થયું. લખનઉથી આવેલા આ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોમાં ખુશી જોવા મળી. તેમણે એરપોર્ટ પર અપાયેલી તમામ સુવિધાઓને લઈને સંતોષ વ્યક્ત કર્યો. મુસાફરો પોતાના ઘરે પહોંચી શકે તે માટે ટેક્સીઓ પણ એરપોર્ટ પહોંચી છે.
મુસાફરોએ આ વાતનું રાખવું પડશે ધ્યાન...
મુસાફરોને સેલ્ફ ચેક-ઇન કરવાનું રહેશે
મુસાફરોએ પોતાનો સામાન જાતે જ સ્ક્રીનિંગ બેલ્ટમાં મુકવો પડશે
વેઈટિંગ એરિયામાં સોશિયલ ડિસ્ટનસિંગ સાથે યોગ્ય જગ્યા રાખીને મુસાફર બેસી શકશે
મુસાફરે 3 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવું પડશે
ઝૂમ લેન્સ કેમેરા દ્વારા CISFના જવાનો ટીકીટ અને આઈડી પ્રુફ ચેક કરશે
એરપોર્ટ પર તમામ મુસાફરો એ સોશિયલ ડિસ્ટનિંગ જાળવવાનું રહેશે
મુસાફરોએ તેમના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરવાની રહેશે
એરલાઇન્સ દ્વારા પણ મુસાફરોનું બીજી વખત થર્મલ સ્ક્રીનિંગ કરાશે
મુસાફરોએ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે
એરલાઇન્સ દ્વારા મુસાફરને સેનેટાઇઝર, ગ્લોવ્સ અને ફેસ શીલ્ડ આપવામાં આવશે. એક ફલાઈટમાં આશરે 120 થી 130 જેટલા મુસાફરો મુસાફરી કરી શકશે.
આજથી એરપોર્ટ પરથી રોજની 90 ફ્લાઈટ થશે ઓપરેટ
આજથી એરપોર્ટ પરથી રોજની 90 ફ્લાઇટ ઓપરેટ થશે. 45 ફ્લાઇટ અન્ય રાજ્યોમાં જશે તો 45 ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર અન્ય રાજ્યોમાંથી આવશે. સવારે 6 વાગ્યે પ્રથમ ફ્લાઇટ તો રાત્રે 10.15 વાગ્યે છેલ્લી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરશે.
કોરોનાના લક્ષણો નહીં ધરાવતા મુસાફરો સીધા ઘરે જઈ શકશે
ડોમેસ્ટિક વિમાની સેવા દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા કોરોનાના કોઈ જ લક્ષણો નહીં ધરાવતા પ્રવાસીઓ સીધા જ ઘરે જઈ શકશે. આવા મુસાફરોએ 14 દિવસ સુધી લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે. જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે. રાજ્ય કે રાષ્ટ્રની હેલ્પલાઇન 104 કે 1075 પર પણ રાજ્યના આવેલા મુસાફરો સંપર્ક કરી શકશે.
જુઓ LIVE TV
કોઈ પેસેન્જર સિમ્પ્ટોમેટિક જણાશે તો તેમને તરત જ આઈસોલેટ કરીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાશે. જે મુસાફરોમાં સામાન્ય અથવા તો ગંભીર લક્ષણો દેખાશે તેમને સઘન સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ભરતી કરાશે. જે મુસાફરોમાં હળવા લક્ષણો જણાશે તેમને હોમ આઈસોલેશન અથવા તો કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનો વિકલ્પ અપાશે. સરકારી કે ખાનગી ક્વૉરેન્ટાઈન પછી ICMR ના પ્રોટોકોલ મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. આઈસોલેશનના સમયગાળા દરમિયાન મુસાફર જો કોરોના પોઝિટિવ જણાશે તો તેમને ક્લિનિકલ પ્રોટોકોલ મુજબ કોવિડ કેર સેન્ટરમાં મુકાશે
દરેક મુસાફરનું બોર્ડિંગ પહેલાં ફરજિયાત થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે. એસિમ્પ્ટોમેટિક મુસાફરને જ માત્ર ફ્લાઈટસમાં મુસાફરી કરવાની પરવાનગી અપાશેએરપોર્ટ ટર્મિનલને નિયમિત રીતે સેનિટાઇઝ કરાશે. એરપોર્ટથી નીકળતા સમયે તમામ મુસાફરનું થર્મલ સ્ક્રિનિંગ કરાશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે